નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યાં બાદ હવે બેન્કોએ પણ પોતાની લોનના વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી)એ હોમ લોનને મોંઘી કરી દીધી છે. હાઉસિંગ લોનના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 9 ઓગસ્ટથી લાગુ થશે. બેંકે કહ્યું કે આ વધારો આરબીઆઈ દ્વારા રેપો રેટ વધાર્યા બાદ થયો છે. આ પહેલા બેંકે 1 ઓગસ્ટના રોજ હોમ લોનના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો હતો. એચડીએફસીએ મે મહિનાથી અત્યાર સુધી પોતાની હોમ લોનના વ્યાજ દરોમાં 6 વખત વધારો કર્યો છે.
રેપો રેટની સમકક્ષ લોન મોંઘી
એચડીએફસીએ અગાઉ 1 ઓગસ્ટે આરપીએલઆરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. મે મહિનાથી અત્યાર સુધીમાં કરવામાં આવેલા છ વધારામાં લોનના વ્યાજદરો કુલ 1.40 ટકા મોંઘા થયા છે. આરબીઆઈએ મે મહિનાથી તેના રેપો રેટમાં પણ 1.40 ટકાનો વધારો કર્યો છે.
MCLRમાં પણ વધારો
એચડીએફસીએ પણ એક દિવસ પહેલા માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) માં વધારો કર્યો હતો. બેંકે 8 ઓગસ્ટે કહ્યું હતું કે તમામ સમયગાળા માટે એમસીએલઆર દરોમાં 5 થી 10 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવી રહ્યો છે અને નવા દરો 8 ઓગસ્ટથી લાગુ થશે. આ પહેલા કેન્દ્રીય બેંક આરબીઆઈએ 5 ઓગસ્ટના રોજ પોતાના રેટ રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો.આરબીઆઈનું આ પગલું વધતી મોંઘવારીને રોકવાનું હતું, પરંતુ હાલ મોંઘવારી નિયંત્રણમાં હોય તેવું લાગતું નથી.હાલમાં રેપો રેટ વધીને 5.4 ટકા થઈ ગયો છે, જે ઓગસ્ટ 2019 પછી સૌથી વધુ છે.
મે મહિનાથી કેટલું વધી ગયું છે ભારણ
એચડીએફસીની વેબસાઈટ મુજબ હોમ લોનનો વ્યાજ દર પહેલા 7.70 ટકા હતો, જે હવે વધીને 7.95 ટકા થઈ જશે. જો મેની વાત કરીએ તો તેના રેટમાં 1.40 ટકાનો વધારો થયો છે.જો લોન પર EMIમાં વધારાની ગણતરી કરીએ તો 6.55 ટકા વ્યાજ પર 20 વર્ષ માટે 30 લાખની લોન લેવા પર 30 લાખનો ઈએમઆઈ દર મહિને 22,456 રૂપિયા હતો.જો કે મે મહિનાથી વ્યાજદરમાં 1.40 ટકાનો વધારો થવાને કારણે હવે અસરકારક વ્યાજદર વધીને 7.95 ટકા થઇ ગયો છે. હવે દર મહિનાની ઈએમઆઈ વધીને 25 હજાર રૂપિયા થઈ ગઈ છે. એટલે કે દર મહિને તમારા પર ખર્ચ લગભગ અઢી હજાર રૂપિયા વધી ગયો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29