Wed,29 November 2023,2:00 am
Print
header

હરિયાણામાં ઝેરી દારૂને કારણે 12 લોકોનાં મોત, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે

અંબાલા: હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી વધુ પાંચ લોકોનાં મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 12 થયો છે. અધિકારીઓએ શુક્રવારે માહિતી આપી હતી કે યમુનાનગર જિલ્લામાં 10 લોકોનાં મોત થયા છે,જ્યારે પડોશી અંબાલા જિલ્લામાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે.ઝેરી દારૂને કારણે આટલી મોટી સંખ્યામાં મોત થયા બાદ રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ઈન્ડિયન નેશનલ લોક દળે (INLD)  આ બનાવને લઇને મનોહર લાલ ખટ્ટર સરકારને ઘેરી છે.

ઉત્તર પ્રદેશથી આવતા મજૂરોએ ઝેરી દારૂ પીધો હતો

વિરોધ પક્ષોએ કહ્યું કે રાજ્ય સરકાર ભૂતકાળમાં આવી ઘટનાઓમાંથી પાઠ શીખવામાં નિષ્ફળ રહી છે.અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે યમુનાનગરમાં વધુ ત્રણ લોકોનાં મોત થયા હતા.અંબાલામાં જીવ ગુમાવનારા લોકો ઉત્તર પ્રદેશના મજૂરો હતા અને તેમણે અંબાલા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉત્પાદિત શંકાસ્પદ ઝેરી દારૂ પીધો હતો. તે લોકો અંબાલાના એક ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને અહીં એક ફેક્ટરીમાં કામ કરતા હતા. જ્યારે તેમની સ્થિતિ ગંભીર બનતા તેમને મુલ્લાના મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું શુક્રવારે મોત થયું હતું.

ઝેરી દારૂ કેસમાં 7 લોકોની ધરપકડ

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે. પડોશી અંબાલામાં ગેરકાયદેસર રીતે દારૂ બનાવવા બદલ અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. અંબાલા જિલ્લાના મુલાના વિસ્તારમાં આ સંદર્ભે એક અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી બે સ્થાનિક લોકો છે, જેઓ ગેરકાયદેસરના વેપારી છે અને બાકીના ગેરકાયદે વેપારીઓ સાથે સંકળાયેલા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch