Sat,20 April 2024,6:17 am
Print
header

મોદી અદાણી-અંબાણીના લાઉડ સ્પીકર, હરિયાણાની રેલીમાં રાહુલના નિશાને વડાપ્રધાન મોદી

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે, હવે શું બોલવુ શું ન બોલવું તે પણ નેતાઓ ભૂલી રહ્યાં છે, સીએમ મનોહરલાલ ખટ્ટરે સોનિયા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ તેમની સામે રોષ વધી ગયો છે, કોંગ્રેસે તેમની માફીની માંગ કરી છે, અને હવે રાહુલ ગાંધીએ પીએમ મોદીને નિશાને લીધા છે, નૂંહ વિધાનસભા વિસ્તારના ઉમેદવારની રેલીમાં રાહુલે કહ્યું કે મોદી અદાણી અને અંબાણીના લાઉડ સ્પીકર છે, તેઓ દિવસભર આ બે બિઝનેસમેનની જ વાતો કરે છે, રાહુલ અગાઉ પણ આ મુદ્દે મોદીને ઘેરી ચુક્યાં છે. 

નોટબંધી-જીએસટી પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે પહેલા નોટબંધીએ દેશમાં તમામ લોકોને લાઇનમાં લગાવી દીધા, શું તમે ક્યારેય લાઇનમાં અનિલ અંબાણી અને અદાણીને જોયા છે, કાળા નાણાંવાળો એક પણ શખ્સ લાઇનમાં ઉભો નથી દેખાયો, માત્ર સામાન્ય જનતાએ જ હેરાન થવું પડ્યું છે, જીએસટી ગબ્બરસિંહે ટેક્સ આવ્યાં પછી દેશમાં ધંધા રોજગાર ખત્મ થઇ ગયા હોવાની પણ રાહુલે વાત કરી.

રાફેલ ફાઇટર પ્લેનની ડીલ મામલે પણ રાહુલે ફરી એક વખત અનિલ અંબાણી અને મોદીને નિશાને લીધા, કહ્યું કે રાફેલની ખરીદીમાં મોદીએ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કર્યા હતા, પરંતુ આ સચ્ચાઇ હજુ સુધી મીડિયાએ બતાવી નથી, ક્યારેક ચંદ્રયાન, ક્યારેક રાફેલની પૂજા તો ક્યારેક કોર્બેટમાં મોદીની મુવી, આ જ વસ્તુઓ તમને બતાવવામાં આવી રહી છે અને દેશની જનતા સાથે છેતરપિંડી થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch