Sat,20 April 2024,1:01 pm
Print
header

હરિધામ સોખડા વિવાદમાં, ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો ખાધો હોવાનો ઘટસ્ફોટ- Gujarat Post

(ગુણાતીત ચરણ સ્વામી)

  • સોખડા હરિધામ વિવાદની આઘાતજનક ઘટનાએ હરિભક્તોને સ્તબ્ધ કરી દીધા
  • સ્વામીએ રૂમની છતમાં લાગેલા લોખંડના હુકમાં 'ગાતરીયુ' (સંતો પહેરે તે ભગવા રંગનું ઉપવસ્ત્ર) બાંધીને ગળે ફાંસો ખાધો
  • હરિધામના વહિવટદારો આપઘાતની આ ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યાં હતા ત્યારે જ પોલીસ પહોંચી
  • સ્વામીએ માનસિક તણાવમાં ગળા ફાંસો ખાધો છે કે કોઈની સાથે મતભેદ-ઝઘડો થયો હતો,  છેલ્લે કોની સાથે વાત કરી જેવા મુદ્દે થશે પોલીસ તપાસ

વડોદરાઃ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહેતી સ્વામિનારાયણ સંસ્થા હરિધામ સોખડા વધુ એક વખત વિવાદમાં આવી છે. હરિધામમાં રહેતા 69 વર્ષીય ગુણાતીત ચરણ સ્વામીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.હરિધામના વહિવટદારો આપઘાતની આ ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યાં ત્યારે જ પોલીસ પહોંચી હતી, મૃતદેહનો કબ્જો લઇને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. જેમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

ગુણાતીત ચરણ સ્વામીજીએ બુધવારે રાત્રે તેમના રૂમની છતમાં લાગેલા લોખંડના હુકમાં 'ગાતરીયુ' (સંતો પહેરે તે ભગવા રંગનું ઉપવસ્ત્ર) બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમની બાજુના રૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામી બુધવારે ગુણાતીત ચરણ સ્વામીને ઉકાળો આપવા માટે આવ્યાં હતા ત્યારે રૂમ અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવ્યાં છતા નહીં ખોલતા બીજી ચાવી લાવીને ખોલતા ગુણાતીત ચરણ સ્વામી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવાના બદલે હરિધામના વહિવટદારોએ ગુણાતીત ચરણ સ્વામીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો તેમના સંબંધીઓને જાણ કરી હતી. જે બાદ સંબંધીઓ આવી જતા મૃતદેહની અંતિમક્રિયા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી હતી. મૃતદેહની સ્નાનવિધિ અને પુજા બાદ હરિઘાટ લઇ જવાયો હતો અગ્નિદાહ આપવાની તૈયારી ચાલતી હતી ત્યારે જ પોલીસે આવીને મૃતદેહનો કબ્જો લઈ લીધો હતો. એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું. મૃતદેહમાંથી વીસેરા લઇને ફોરન્સિક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યાં છે, ડોક્ટરોએ ગુણાતીત ચરણ સ્વામીનુ મૃત્યુ 'હેંગીગ' એટલે કે ફાંસાના કારણે થયુ હોવાનો રિપોર્ટ આપતા પોલીસ આપઘાત છે કે હત્યા એ બંન્ને થિયરી પર તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ બહાર આવી છે કે ગુણાતીત ચરણ સ્વામી અગાઉ બે ત્રણ વખત હરિધામ છોડીને જતા રહ્યાં હતા  બાદમાં પરત આવ્યાં હતા,  ઉપરાંત તેઓ ફેંફસાની બીમારથી પીડાતા હોવાથી માનસિક તણાવમાં રહેતા હતા આવા કારણોથી તેઓએ ફાંસો ખાધો છે કે નહીં તેની તપાસ કરાશે. તેઓને કોઇની સાથે મતભેદ હતા કે નહીં, કોઇની સાથે ઝઘડો થયો હતો કે કેમ, છેલ્લે તેઓએ કોની સાથે વાત કરી હતી જેવા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch