Thu,25 April 2024,6:22 am
Print
header

સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું: હાર્દિક પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ  બુલેટ ગતિએ વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા દ્વારા કોરોના મહામારીમાં કોંગ્રેસ પણ મદદ કરવા તૈયાર હોવાની વિનંતી કરી છે.

હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે,અમને પણ કામ બતાઓ,જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે આદેશ આપશે તે મુજબ સાથે મળીને લોકોનું કામ કરીશું. નાગરિકો ખૂબ જ તકલીફમાં છે,અભિમાન છોડો અને જનતાનું વિચારો.

આ પોસ્ટ પહેલા હાર્દિક પટેલ ગુજરાત સરકારને રેમડેસિવિર ઈન્જેક્શન, કોરોના મહામારીમાં રાજ્યમાં કથળેલી સ્વાસ્થ્ય સુવિધા મુદ્દે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રહાર કરી ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch