Fri,19 April 2024,5:43 am
Print
header

જીગ્નેશ મેવાણીએ પોતાના મિત્ર હાર્દિક પર છોડ્યાં શાબ્દીક બાણ, ગણાવ્યો RSS નો વ્યક્તિ- Gujarat Post

ફાઇલ ફોટો 

અમદાવાદઃ કોંગ્રેસને સૌથી નિમ્ન કક્ષાની પાર્ટી ગણાવનારા હાર્દિક પટેલને હવે તેના જૂના સાથી અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ જોરદાર જવાબ આપ્યો છે, મેવાણીએ કહ્યું કે જે પાર્ટીએ તેને ઓળખ આપી તે જ પાર્ટીને આવી રીતે છોડીને કોંગ્રેસ નેતાઓની નિંદા કરવી યોગ્ય નથી.

કહ્યું કે હાર્દિકે મર્યાદામાં રહીને કોંગ્રેસ છોડવાની જરૂર હતી. તેનો સંઘ અને ભાજપ પ્રેમ સામે આવી રહ્યો છે, અંબાણી અને અદાણી આ સમયે જ કેમ યાદ આવ્યાં ? સાથે જ સવાલ કર્યાં કે રાહુલજીને ચિકન સેન્ડવીચ આપવાની વાત કરીને હાર્દિકે યોગ્ય નથી કર્યું. હાર્દિકે આડકતરી રીતે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલની ચમચાગીરી કરવા સિવાય કંઇ આવડતું નથી.

મેવાણીએ કહ્યું કે હાર્દિક પટેલને કોંગ્રેસ પાર્ટીમાં માન મળતું જ હતુ,તેમ છંતા તેને કોંગ્રેસને બદનામ કરી છે, કોંગ્રેસે હાર્દિક પટેલને ઘણું બધુ આપ્યું છે પરંતુ તેને કોંગ્રેસની કદર ન કરી અને આવી રીતે પાર્ટી છોડીને નેતાઓને ગાળો આપી છે.જે કોંગ્રેસે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર આપ્યું તે જ પાર્ટીની હવે તેને નિંદા કરીને પાર્ટી છોડી દીધી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch