Wed,17 April 2024,4:24 am
Print
header

હવે સ્વાર્થી હાર્દિક માટે પાટીદારો અસામાજિક(ગુંડા) તત્વો બની ગયા, ખુલ્લેઆમ કરી દીધું નિવેદન- Gujarat Post

આંદોલનમાં તોફાનો કરાવનારા હાર્દિકે પાટીદારોને ગણાવ્યાં અસામાજિક(ગુંડા) તત્વો 

યજ્ઞેશ દવેએ કરવી પડી દખલગીરી, હાથ લગાવીને હાર્દિકને રોકી લીધો

અમદાવાદઃ સ્વાર્થી હાર્દિક પટેલે ભાજપમાં જતા જ હવે પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો છે, પહેલા પત્રકારો પર ભડક્યો અને પછી અનામત આંદોલનમાં તોફાનો કરનારા પાટીદોરોને અસામાજિક તત્વો ગણાવી દીધા, કહ્યું કે તોફાનો વખતે હું કાંઇ સળગાવવા ગયો ન હતો. તેમ કહીને પોતાનો બચાવ કર્યો અને પાટીદાર સમાજને જ ગાળો આપી.સાથે જ કહ્યું કે તોફાનો કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી થઇ જ રહી છે.

પત્રકારોએ હોબાળો કરતા ભાજપ પ્રવક્ત યજ્ઞેશ દવેએ હાર્દિકને હાથથી ઇશારો કરીને બોલતી બંધ કરાવી દીધી હતી, પછી તેને પોતાનો બચાવ કરતા કહ્યું કે મે સમાજ માટે આંદોલન કર્યું હતુ, મીડિયાએ તેનો પરછેવો છોડાવી દીધો હતો. વારંવાર મીડિયાને ભાંડનાર હાર્દિક પટેલ હવે ભાજપ સામે નમી ગયો છે.

પાટીદાર સમાજ હાર્દિક સામે રોષે ભરાયો છે,જે ભાજપે પાટીદાર સમાજની મહિલાઓ પર લાઠીઓ વરસાવી તે જ પાર્ટીમાં જઇને આ ભાઇ બેસી ગયા છે, તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch