કે. એલ. એન રાવ ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી બન્યાં છે
અમદાવાદ: વર્ષ 2026 ની શરૂઆતમાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી અને પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યાં છે. સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે અને 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યાં છે.
IAS અધિકારીઓની ACS ગ્રેડમાં બઢતી
5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મોના કે. ખંધારને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હતી. ડો. ટી. નટરાજનને નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે, રાજીવ ટોપ્નોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે, મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે તથા મુકેશ કુમારને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી આપવામાં આવી હતી.
પોલીસ બેડામાં બઢતી અને ફેરફાર (IPS)
નવા વર્ષના પ્રારંભે ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રમાં DGP થી લઈને DIG ગ્રેડ સુધીના કુલ 14 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યાં છે.
DGP ગ્રેડમાં બઢતી
નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપીને તેમની પોસ્ટને અપગ્રેડ કરવામાં આવી છે.
ડો. પ્રફુલ્લ કુમાર રોશન: એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ) ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ છે.
ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું છે.
IGP ગ્રેડમાં પ્રમોશન
નીરજ કુમાર બડગુજર: અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનરને સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રોફોર્મા પ્રમોશન: સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.
DIG ગ્રેડમાં પ્રમોશન
ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ) થી DIG (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર).
બલરામ મીણા: રાજ્યપાલશ્રીના ADC ને DIG ગ્રેડમાં બઢતી.
ડો. કરણરાજ વાઘેલા: DCP (ઇકોનોમિક વિંગ, સુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન.
એસ.વી. પરમાર: કમાન્ડન્ટ (SRPF, મહેસાણા) ને DIG ગ્રેડમાં બઢતી.
એ.એમ. મુનિયા: કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી.
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09