Sun,25 July 2021,7:05 pm
Print
header

હૈતીના રાષ્ટ્રપતિની હત્યાનો કેસ, પોલીસે કેટલા શકમંદોની કરી ધરપકડ

હૈતીઃ કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસેની તેમના ઘરમાં જ હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટના સંદર્ભે પોર્ટ આઉ પ્રિન્સના એમ્બેસી ગ્રાઉન્ડમાંથી 11 શકમંદોની ધરપકડ કરી લેવાઇ છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ ટ્વીટ કર્યુ છે.  

હૈતીના વડાપ્રધાને આ ઘટનાની પુષ્ટી કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ મોઇસેની તેમના ઘરમાં હત્યા થઈ ગઈ છે. મોઇસના પત્ની રાષ્ટ્રપતિ ક્વાર્ટરમાં થયેલા હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા છે. દેશના વચગાળાના વડાપ્રધાન ક્લાઉડ જોસેફે બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝના ઘર પર કેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. વચગાળાના વડાપ્રધાને જણાવ્યું કે મોઇસેની પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. PM જોસેફે હુમલાની નિંદા કરતા કહ્યું કે આ એક ઘૃણિત, અમાનવીય  કૃત્ય છે. હૈતીની રાષ્ટ્રીય પોલીસ અને અન્ય અધિકારીઓએ દેશભરમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.આ હત્યા મંગળવારે મોડી રાત્રે રાજનિતીક અને આર્થિક અસ્થિરતાને વેગ આપવા અને ગેંગ વૉર હિંસામાં થયેલી વૃદ્ધિ વચ્ચે કરવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch