Thu,25 April 2024,4:08 pm
Print
header

હૈતીમાં કુદરતી આફતનો કહેર, બીજા દિવસે પણ ભયાનક ભૂકંપ, 1300 લોકોનાં મોત

હૈતીઃ કરેબિયન દેશ હૈતીમાં ફરીથી ધરા ધ્રૂજી છે. રવિવારે બીજા દિવસે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજિકલ સેન્ટરે બીજા ભૂકંપની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી કુલ 1300 લોકોનાં મોત થઇ ગયાં છે 3000 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. અમેરિકાએ હૈતીને મદદ શરૂ કરી દીધ છે. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે એક દિવસ પહેલા શનિવારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી અને બીજી વખત પણ અહી ભૂકંપ આવ્યો છે. 

સમાચાર એજન્સીએ જણાવ્યાં પ્રમાણે, ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરના ઉત્તર-પશ્ચિમમાં 41 કિલોમીટર દૂર સ્થિત હતું અને અંદાજે 30 કિલોમીટર જેટલું ઉંડું હતું. પહેલા ભૂકંપમાં 2868 જેટલાં મકાનો અને બીજામાં વધુ 5410 જેટલાં મકાનો ધરાશાય થયા છે. શનિવારે આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી જેમાં 300થી વધુ લોકો માર્યાં ગયા હતા અને 1800થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હવે બંને ભૂકંપમાં મોતનો આંકડો 1300 પર પહોંચી ગયો છે. 

હૈતી બહુ નાનો દેશ છે. તેની કુલ જનસંખ્યા 1 કરોડ 10 લાખ છે. કેટલીક હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેનાથી ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં તકલીફ થઈ રહી છે. કેટલાંક બિલ્ડિંગ જમીન ધ્વંસ થઇ ગયાં છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch