Fri,19 April 2024,8:39 am
Print
header

પેરાલિમ્પિક્સમાં ગુજરાતી ભાવિના પટેલે રચ્ચો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતીને દેશનું નામ કર્યું રોશન

ગુજરાત સરકાર 3 કરોડ રૂપિયાનું ઇનામ આપશે, સરકારી નોકરી પણ મળશે

મહેસાણામાં પરિવારજનો ગરબે ઘૂમ્યા, પીએમ મોદીએ આપ્યાં અભિનંદન

ટોકયોઃ ગુજરાતના ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. પોતાના પ્રથમ પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યાં છે. તેઓ ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગયા છે. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો પરંતુ ફાઈનલમાં ચીનની યિંગે તેને હાર આપી હતી.

19 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભાવિના પટેલ વર્લ્ડ નંબર વન યિંગને ટક્કર આપી શકી નહોતી. યિંગે પ્રથમ ગેમથી જ ભાવિના પર દબાણ બનાવ્યું હતું. યિંગે પ્રથમ ગેમ 11-7થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં તેનું પ્રદર્શન વધારે શાનદાર રહ્યું અને 11-5થી જીતી હતી. ત્રીજી ગેમમાં ભાવિનાએ વાપસીની કોશિશ કરી પરંતુ સફળ રહી નહોતી. તેણે ત્રીજી ગેમ 11-6થી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ભાવિનાએ સિલ્વર મેડલ જીત્યા બાદ તેના વતન મહેસાણામાં જશ્ન મનાવાયો હતો. ભાવિનાના પિતા હસમુખભાઈ પટેલે કહ્યું દિકરીએ અમારું ગૌરવ વઘાર્યું છે. જ્યારે તે પરત ફરશે ત્યારે શાનદાર સ્વાગત કરીશું. ઉપરાંત તેના પડોશીઓએ મીઠાઈ વહેંચી હતી અને આતશબાજી પણ કરી હતી. પીએમ  મોદીએ ભાવિનાની જીત પર ખુશી વ્યક્ત કરીને તેનેે અભિનંદન આપ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch