Sat,20 April 2024,12:00 am
Print
header

સુરતમાંથી ફરી પકડાયું એમડી ડ્રગ્સ, યુવતી પાસેથી ખરીદ્યું હોવાની કરી કબૂલાત- Gujarat Post

(Demo pic)

સુરતઃ અમરોલી વિસ્તારમાં ફરી MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે બાતમીને આધારે રિક્ષામાં સપ્લાઈ કરવા આવેલા બે આરોપીઓને ઝડપી લીધા હતા. બંને પાસેથી પોલીસે 7.77 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. બંને ઈસમ રાંદેરની એક યુવતી પાસેથી ડ્રગ્સ લાવ્યાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસે મળેલી બાતમીને આધારે સૃષ્ટિ રો હાઉસ નજીક પુણ્ય ભુમિ બંગ્લોઝથી ડી માર્ટ જવાના રોડ પર વોચ ગોઠવી ઓટો રીક્ષા નં. જીજે-5 ઝેડઝેડ-0559 ને અટકાવી હતી. પોલીસે રીક્ષા ચાલક મોહંમદ ઇમરાન ઉર્ફે બોબડા મોહંમદ કાસીમ શેખ (ઉ.વ. 32 રહે. રાજીવનગર, ભેંસાણ ફળીયા, રાંદેર) ની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા રૂ. 350, એક મોબાઇલ ફોન અને 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસ ઇમરાન વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રીક્ષા, મોબાઇલ ફોન અને એમડી ડ્રગ્સ મળી કુલ રૂ. 1.50 લાખનો જથ્થો કબ્જે લીધો હતો. 

ઇમરાન ઉર્ફે બોબડાની પૂછપરછમાં રીક્ષા તેના મિત્રની સાસુ પાસેથી લઇને ફેરવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઇમરાનને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch