Gujaratpost Fact Check: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર દરરોજ અગણિત ફેક ન્યૂઝ વાયરલ થાય છે. આ ફેક ન્યૂઝ સામાન્ય માણસથી લઈને મોટી હસ્તીઓ સુધી દરેક વિશે ફેલાય છે. ફેક ન્યૂઝનો લેટેસ્ટ મામલો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી સિંગર નેહા કક્કડ સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેહા કક્કડની પોલીસે ધરપકડ કરી છે. જો કે, જ્યારે ગુજરાતપોસ્ટે આ દાવાને તપાસ્યો ત્યારે તે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ ?
નેહા કક્કડની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં નેહા કક્કડ પોલીસકર્મીઓ સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નેહા કક્કડની પોલીસે ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આ તસવીર શેર કરતી વખતે નેચર- 20 નામના યુઝરે લખ્યું- નેહા કક્કડની કારકિર્દીનો દુઃખદ અંત! આજે સવારના સમાચાર તમામ ભારતીયો માટે આઘાતજનક હતા !
ગુજરાત પોસ્ટે કરી તપાસ
નેહા કક્કરની ધરપકડની તસવીરો ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવી રહી છે. અમે આ દાવાની તપાસ કરવાનું નક્કી કર્યું. તપાસ માટે અમે ગુગલ ઓપન સર્ચની મદદ લીધી. અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું કે શું સિંગર નેહા કક્કરની પોલીસે ધરપકડ કરી છે ? જો કે, અમને ક્યાંય એવા કોઈ સમાચાર મળ્યાં નથી જેમાં આવો કોઈ દાવો કરવામાં આવ્યો હોય. અમને અગાઉના એવા કોઈ સમાચાર મળ્યાં નથી જેમાં પોલીસ દ્વારા કોઈ પણ કેસમાં નેહા કક્કડની ધરપકડ કરવામાં આવી હોય. અમે નેહા કક્કડના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સર્ચ કર્યું. આ કરવા પર અમે જોયું કે નેહા કક્કરે મંગળવારે પણ તેના ID પર પોસ્ટ શેર કરી હતી. આ મામલો સ્પષ્ટ હતો કે નેહા કક્કડની પોલીસે ધરપકડ કરી નથી જે વાયરલ થઈ રહી છે અને તેને શેર કરવામાં આવી છે.
હકીકત તપાસમાં શું બહાર આવ્યું ?
ગુજરાત પોસ્ટ દ્વારા કરવામાં આવેલ હકીકત તપાસમાં જાણવા મળ્યું છે કે ગાયિકા નેહા કક્કડની પોલીસે ધરપકડ કરી નથી. વાયરલ તસવીરને એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. લોકોને એવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
ડાયાબિટીસની આયુર્વેદિક દવામાં ઉપયોગી છે આ ફળ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ ? | 2025-02-19 09:06:33
એક મહિના સુધી દરરોજ એક વાટકી જેટલું આ ફળો ખાઓ, તમારું પેટ સાફ રહેશે, વધતું વજન પણ ઓછું થશે | 2025-02-16 10:00:48
રસોડામાં રાખેલા આ મસાલાના પાણીને રોજ ખાલી પેટ પીવો, તે હૃદય અને મગજ માટે ફાયદાકારક છે | 2025-02-15 09:11:01
આ કાળા દાણા કેન્સરનો કાળ ગણાય છે ! આ 11 પાનને ગંગાજળમાં પીસીને તેનું સેવન કરો, કોષો પણ નાશ પામશે | 2025-02-14 09:51:16
ડાયાબિટીસ માટેનો રામબાણ ઉપાય, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે આ મસાલાનું પાણી પીવો ! | 2025-02-13 09:17:07
Fact Check: 7 મહિનાની ગર્ભવતી હોવા છતાં ભારતીય ફેન્સરે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હોવાની વાતની આ છે સચ્ચાઇ | 2025-01-29 15:18:00
Fact Check: ઉત્તરાખંડમાં MLA ની ઓફિસ પર હુમલા બાદ પ્રણવ સિંહે ઉજવણી કરી હોવાનો વીડિયો ખોટો છે | 2025-01-29 14:39:16
Fact Check: પુષ્પક વિમાન દ્વારા મહાકુંભમાં પહોંચવાનો દાવો કરતો આ વીડિયો થાઈલેન્ડનો છે | 2025-01-27 14:36:50
Fact Check: આ સાંપ્રદાયિક દાવો ખોટો છે, નોકરાણીનો જ્યુસમાં પેશાબ ભેળવતો વીડિયો થયો છે વાયરલ | 2025-01-27 14:18:38