Thu,25 April 2024,12:25 pm
Print
header

હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક

અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યાં છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ હજુ પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, અમદાવાદ, કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર પોરબંદર અને જૂનાગઢમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે. 21 માર્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં પવન સાથે સામાન્ય વરસાદ થશે.

22 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં સામાન્ય વરસાદ થશે. 23 માર્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીરસોમનાથ, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. ત્યારે માવઠાંને કારણે ખેડૂતોની દુર્દશા થઇ છે, ખેતરોમાં ઉભો પાક બગડી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch