Sat,17 October 2026,5:18 am
Print
header

સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

  • Published By
  • 2026-09-14 17:00:17
  • /
  • હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી
  • સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે
  • આવતીકાલથી વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે
  • સપ્તાહના અંત સુધી હળવાથી મધ્યમ ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જારી કરાયેલી 7 દિવસીય જિલ્લાવાર આગાહી અનુસાર, આજે સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાની આગાહી સાથે તંત્રને એલર્સાટ રહેવા તાકીદ કરાઇ છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, ભરૂચ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મુસળધાર એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેજન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ છે.

15 સપ્ટેમ્બર (મંગળવાર): સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના રાજ્યના વિસ્તારોમાં 30-40 કિ.મીની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

16 થી 18 સપ્ટેમ્બર (બુધવારથી શુક્રવાર): રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે.

19 અને 20 સપ્ટેમ્બર (શનિવાર-રવિવાર): સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા સ્થળોએ જ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડશે.

હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના ગામો અને માછીમારોને સાવચેત રહેવા ચેતવણી આપી છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સમયે વૃક્ષો નીચે કે કાચા મકાનો- થાંભલાઓ પાસે ઊભા ન રહેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા કલેક્ટર કચેરીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch