અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હાલમાં લોકોને ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આજે આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ પડે તે શક્યતા છે. લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસાદ પડે તેવી આશા રાખી રહ્યાં છે.મોડી રાત્રે વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો.
હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી. આજે 27 મેના રોજ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
Fact check: લેબનોનમાં થયેલા વિસ્ફોટના વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે | 2025-06-17 09:50:15
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
હું થાકી ગયો છું હવે કોઇ રસ્તો નથી....મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની,પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યું | 2025-06-08 17:47:51