Fri,19 April 2024,1:26 am
Print
header

ગુજરાતમાં શનિવારથી 3 દિવસમાં 8 રેલીઓ કરશે પીએમ મોદી, કુલ 25 રેલીઓનું છે આયોજન- Gujarat Post News

19 નવેમ્બરથી 3 દિવસમાં 8 રેલીઓને કરશે સંબોધિત 

30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 રેલીઓને કરશે સંબોધિત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક છે. 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓને સંબોધવા માટે તૈયાર છે.તેઓ ગુજરાતમાં 19 નવેમ્બરથી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે.

મોદીની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરાશે,અહીં એક ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન છે. પીએમ મોદી 19 થી 21 નવેમ્બર સુધી ગુજરાતમાં રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 રેલીઓને સંબોધશે અને રેલીમાં લગભગ 30 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવાશે.

89 મતવિસ્તારોમાં 15 રેલીઓ

મોદી ફરીથી 23 નવેમ્બર અને 28 નવેમ્બરે ગુજરાત આવી શકે છે. તે દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 89 મતવિસ્તારોમાં 15 રેલીઓને સંબોધિત કરશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર 28 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મોદી 30 નવેમ્બર અને 3 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 રેલીઓને સંબોધિત કરી શકે છે.

વડાપ્રધાનની દરેક રેલીમાં પાંચ-સાત વિધાનસભા મત વિસ્તારોમાંથી કાર્યકરોને એકત્ર કરવાની વ્યવસ્થા થઇ રહી છે. ગુજરાતના લગભગ તમામ મત વિસ્તારોમાં સભાઓ અને રેલીઓનું આયોજન કરાઇ રહ્યું છે. પ્રચાર અભિયાનને વધારવા લાઇવ વેબકાસ્ટ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરાશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch