Fri,26 April 2024,1:51 am
Print
header

ભાજપના ધારાસભ્યો રંગાયા હોળીના રંગે, કોંગ્રેસે કહ્યું ખેડૂતો દુ:ખી છે માટે અમે હોળી નહીં ઉજવીએ

ગાંધીનગરઃ વિધાનસભા પરિષરમાં હોળી મહોત્સવ ઉજવાયો છે. આજે 15મી વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હોળી- ધૂળેટીનું વિશેષ આયોજન કર્યુ હતું. મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ખાસ શમિયાણો ઉભો કરાયો છે. જ્યાં ધારાસભ્યો રંગોના તહેવાળની મજા માણી હતી. 

કેસૂડાના ફૂલોનું પાણી, ગુલાલ અને પિચકારીથી હોળી- ધુળેટીની ઉજવણી કરાઈ હતી. પ્રવેશ દ્વાર પર ઢોલ, શરણાઈ અને રાજસ્થાની નૃત્ય કલાકારોએ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. દેશી વાદ્યો ઉપરાંત dJ સાઉન્ડની પણ વ્યવસ્થા હતી. જેથી વિધાનસભાનું પ્રાંગણ કલરફૂલ બની ગયું હતું. આ હોળી પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ ધારાસભ્યો જોડાયા હતા.કુદરતી રંગથી હોળીનો તહેવાર ઉજવવાનો સંદેશ રાજ્યની જનતાને આપવા માટે ખાસ કેસુડાના ફૂલોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારના હોળી ઉત્સવમાં કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા ન હતા.ખેડૂતો દુઃખી છે ત્યારે ઉત્સવો અયોગ્ય હોવાનો કોંગ્રેસે મત વ્યક્ત કર્યો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch