Thu,25 April 2024,6:32 am
Print
header

દારૂબંધીના કાયદાનો કોઇ ડર નહીં ! ગુજરાત સરકારે સ્વીકાર્યું બે વર્ષમાં રૂ. 232 કરોડનો દારૂ ઝડપાયો

ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ માટે હજુ સુધી રાજ્યની ભાજપ સરકારની ઇચ્છાશક્તિ દેખાતી નથી, બેફામ બનેલા બુટલેગરો દારૂનો ધંધો છોડવા માંગતા નથી, કોઇને કોઇ રીતે રાજ્યમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂની આયાત થઇ રહી છે. વિધાનસભા સત્રમાં ગુજરાતની વિજય રૂપાણી સરકારે જાહેર કર્યું છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે 232 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જો કે ખરેખર તો સાચો આંકડો અલગ અને વધુ હોય શકે છે.

રાજધાની ગાંધીનગરમાં પણ દારૂની રેલમછેલ

બે વર્ષમાં અમદાવાદમાંથી વિદેશી દારૂની 8,39,582 બોટલ ઝડપાઇ હતી, જેની કિંમત 25 કરોડ રૂપિયાની આસપાસ છે, એકલા અમદાવાદમાંથી જ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. બનાસકાંઠામાંથી વિદેશી દારૂની 1,42,694 બોટલ જપ્ત કરાઇ છે, જેની કિંમત 22 કરોડ રૂપિયા કરતા વધુ છે, વલસાડમાંથી અંદાજે 17 કરોડ રૂપિયા અને વડોદરામાંથી 16 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે, સુરતની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં પોલીસે અંદાજે 14 કરોડ રૂપિયા અને રાજકોટમાંથી 12 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. રાજધાની ગાંધીનગરમાં પણ બેફામ દારૂ પીવાઇ રહ્યો છે, અહીથી 10 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે, ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે, બે વર્ષમાં કુલ 232 કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. 

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે બીજા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને દારૂબંધી માટે સલાહ આપી જાય છે, તે યોગ્ય જ છે, જો સરકાર દારૂબંધીના કડક અમલ માટે તૈયાર નહીં થાય તો ગુજરાતનું યુવાધન બરબાદીના માર્ગે જશે તે ચોક્કસ દેખાઇ રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch