Wed,24 April 2024,5:28 pm
Print
header

વડોદરામાં ફરીથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, અંદાજે રૂ.500 કરોડનું ડ્રગ્સ હોવાનો દાવો

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે,ગુજરાત એટીએસે અંદાજે 500 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સિંઘરોટ વિસ્તારમાં એક ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ગત રાતથી અહીં ઓપરેશન શરૂ કર્યું છે.

સ્થાનિક પોલીસ અને એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે અહીંના ગોડાઉનમાં ડ્રગ્સની ટેબ્લેટ બનતી હતી, તેને મુંબઇ અને ગુજરાતના અન્ય શહેરોમાં મોકલવામાં આવતી હતી. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે, જેમાં અન્ય લોકોના નામો પણ ખુલી શકે છે.

ગુજરાતમાં અગાઉ પણ આવી જ રીતે કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ ચુક્યું છે, થોડા સમય પહેલા વડોદરાના સાવલીમાંથી જ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch