ભાજપ સાથે સંકળાયેલા સભ્યો પોતાની ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને એડમીશન અપાવવા માટે સત્તાનો દુરુપયોગ કરે છે
એનએસયુઆઇના વિરોધ બાદ કુલપતિએ સેનેટ સભ્યોને એડમીશન કમિટીમાં સમાવેશ કરવાની ખાતરી આપી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશનની કામગીરી શરૂ થઇ ગઇ છે.પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિંમાશુ પંડ્યાએ એડમિશન કમિટી બનાવી છે. જેમાં ભાજપ સાથે સંકળાયેલા 8 જેટલા લોકોનો સમાવેશ કરાયો છે. જેથી નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે એનએસયુઆઇ દ્વારા આ બાબતે વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
એનએસયુઆઇના નેતા નારાયણ ભરવાડ અને અન્ય કાર્યકરોએ કુલપતિ હિંમાશુ પંડ્યાને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી કે એડમિશન કમિટીમાં આઠ લોકો સીધા ભાજપ સાથે સંકળાયેલા છે. જેથી એડમિશનમાં રાજકીય દખલગીરી થશે.આ રાજકીય લોકોને કમિટીમાંથી હટાવીને ચૂંટાયેલા સેનેટ મેમ્બર્સનો સમાવેશ કરવામાં આવે.
નારાયણ ભરવાડે જણાવ્યું કે એડમિશન પ્રક્રિયા ઓનલાઇન છે. ત્યારે કમિટીની પણ જરૂર નથી. જે આઠ લોકો કમિટીમાં લેવામા આવ્યા છે. તે ભાજપ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સાથે પણ ધરોબો ધરાવે છે. જેથી તે એડમિશન કમિટીમાં રહીને પોતાની કોલેજમાં એડમિશન કરાવવા માટે સત્તાનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. માટે એડમિશન કમિટીમાં બિનરાજકીય લોકોનો જ સમાવેશ કરવો જરૂરી છે. હાલ તો કુલપતિએ સેનેટ મેમ્બર્સનો સમાવેશ કરવા માટે મૌખિક ખાતરી આપી છે જો તેનો અમલ કરવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18