ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીઓ તેજ બની છે. માર્ચ મહિનાના અંતમાં બિલ આવી શકે છે. તો ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ભારે દલીલો થઈ હતી.
ગોપાલ ઇટાલિયાએ પોતાની શૈક્ષણિક લાયકાત સ્પષ્ટ કરતા કહ્યું કે, હું માત્ર 8 પાસ નથી, મેં BA.LLB નો અભ્યાસ કર્યો છે. હું કાયદો ભણેલો હોવાથી મારી જાતને હોશિયાર સમજું છું, પણ કોઈને નીચા દેખાડીને મોટો બનવા નથી માંગતો. જેના પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરતા કહ્યું, કોઈએ કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય તેવું બની શકે, પણ અમને અહીં કોઈની ઉપર જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ દિલ્હીમાં કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં UCC મુદ્દે ચર્ચા થઈ હોવાનું મનાય છે. જે બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીઓ તેજ બની છે. રાજ્ય સરકારે આ કાયદાના અભ્યાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જે સમિતિ બનાવી હતી, તેનો અહેવાલ ટૂંક સમયમાં મળી શકે છે. રાજ્યમાં માર્ચના અંતમાં આ બિલ આવશે તેવી અટકળો થઈ રહી છે.
જો આ બિલ પસાર થઈ જાય, તો લગ્ન, છૂટાછેડા, મિલકતમાં વારસાઈ હક અને બાળક દત્તક લેવા જેવા વિષયોમાં તમામ ધર્મના લોકો માટે એક સમાન કાયદો અમલી બનશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત આ કાયદો લાવનાર દેશનું મહત્વનું રાજ્ય બની શકે છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે રાજકોટ અને અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કર્યાં | 2026-04-10 18:38:44
ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | 2026-04-10 09:05:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભાજપે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી, પૂર્વ IPS મનોજ નીનામાને મળી ટિકિટ | 2026-04-09 18:16:18
ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો શુભારંભ, સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં પહેલ | 2026-04-09 16:19:33
ગોપાલ ઇટાલીયાની વાત સાચી પડી, રાજુ કરપડાએ કમલમમાં કેસરીયો ધારણ કરી લીધો | 2026-04-09 13:53:26