Sat,20 April 2024,4:03 am
Print
header

ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં IT વિભાગના દરોડા, કરોડો રૂપિયાનું કાળું નાણું આવી શકે છે બહાર Gujarat Post News

અર્જુન સોલંકી, કિરીટ મહેતા, બળવંત પટેલ, જાંબુ શાહ સહિતના લોકોને ત્યાં દરોડા 

અંદાજે 100 કરોડ રૂપિયાની હેરાફેરીના મળ્યાં પુરાવા 

 

સુરતઃ ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં પહેલા જીએસટી વિભાગે કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપી પાડ્યાં બાદ હવે આઇટી વિભાગે પણ અહીં સપાટો બોલાવી દીધો છે. આઇટીની ટીમો સુરત, સોનગઢ અને તાપીમાં ઓપરેશન કરી રહી છે, જેમાં જમીન દલાલો અને જમીન લેનારાઓ સામે તવાઇ આવી છે. કરોડો રૂપિયાની જમીનોના સોદા બ્લેકમાં થયા હોવાની માહિતી મળતા આઇટી વિભાગ સક્રિય છે.

આઇટીને પહેલાથી માહિતી મળી હતી કે જમીન દલાલો ઉપરાંત અહીં કેટલાક સટ્ટોડિયાઓ પણ સક્રિય છે, અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી થઇ રહી છે, જેને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં છે. સાથે જ કેટલાક મોટા ખેડૂતો કે જેમને જમીનના મોટા સોદા પાડ્યાં છે, તેમને ત્યાં પણ આઇટીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

વહેલી સવારથી શરૂ થયેલા આ ઓપરેશનમાં ઇન્કમટેક્સ વિભાગના અનેક અધિકારીઓ જોડાયા છે. હાલમાં ડોક્યુમેન્ટ પણ જપ્ત કરાયા છે, મોટી માત્રામાં કાળું નાણું સામે આવે તેવી શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch