Wed,24 April 2024,9:34 pm
Print
header

ગુજરાતમાં શિક્ષણની દુર્દશા, કોંગ્રેસે કહ્યું વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લાં પાંચ વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની સ્થિતિ કથળી રહી હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે.ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો ઘટાડો ચિંતાજનક હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું છે. ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારની નબળી શિક્ષણ નીતિને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં 35 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જે ખુબ જ ચિંતાજનક છે.
 
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્ય સરકાર એક તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે મોટી મોટી યોજનાઓની વાતો કરે છે પણ નક્કર અમલ કરતી નથી. જેને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 35 હજાર જેટલા વિદ્યાર્થીઓનો ચિંતાજનક ઘટાડો થયો છે. જે સાબિતી છે કે સરકાર ખરેખર કઇ દિશામાં કામ કરી રહી છે ? 

વર્ષ 2017માં 1 લાખ 41 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને વર્ષ 2021માં આ સંખ્યા ઘટીને  2021માં 1 લાખ 7 હજાર સુધી પહોંચી છે. ગુજરાતમાં ઇસરો, પીઆરએલ જેવી સંસ્થાઓ છે અને વિશ્વમાં ભારતને નામના અપાવનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમભાઇ સારાભાઇ પણ ગુજરાતી હતા, પરંતુ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર અને વેપારીકરણને કારણે વિદ્યાર્થીઓ ઘટ્યા છે. જેથી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ પણ આગળ વિદ્યાર્થીઓને તક આપવામાં ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch