Wed,24 April 2024,11:21 am
Print
header

ગુજરાતમાં ધોરણ 9 અને 11 ના ઓફલાઈન વર્ગો થઈ શકે છે શરૂ, રૂપાણી સરકાર આજે કરશે જાહેરાત

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં આવી ગઈ છે જનજીવન થાળે પડી રહ્યું છે. થોડા દિવસ અગાઉ રાજ્યમાં ધોરણ 12 તેમજ કોલેજના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવ્યાં હતા. હવે આવતા સપ્તાહથી ધોરણ 9 અને 11 ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવી શકે છે. જે અંગે આજે મળનારી કેબિનેટ મીટિંગમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ બુધવારે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ છે હવે સરકાર એક-બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો 24મીએ શનિવારે ગુરૂ પૂર્ણિમાના દિવસથી વર્ગો શરૂ કરી દેવાની ચીમીકી અપાઈ છે. ગુરૂ પૂર્ણિમાએ સુરતમાં 400 થી વધુ ખાનગી સ્કૂલો શરૂ કરીને વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી શિક્ષણ કાર્ય શરૂ કરવા જાહેરાત કરાઈ છે. સરકાર પણ ધો. 9 થી 11 ના વર્ગો ઓફલાઈન શરુ કરવાના મૂડમાં છે વાલીઓનો પણ કોઈ ખાસ વિરોધ નથી ત્યારે સંચાલકોના ભારે દબાણ અને ચીમકીને પગલે સરકાર કોઇ નિર્ણય લઈ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch