Thu,25 April 2024,10:15 pm
Print
header

CCTV થી માસ્ક વગર ફરનારા લોકો પર નજર, ઇ-મેમોથી રૂ.200નો દંડ ફટકારાય છે

પ્રતિકાત્મક ફોટો

રાજકોટઃ રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સરકારી તંત્ર દ્વારા જનતાને અપીલ કરાઇ છે કે તેઓ કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને ઘરની બહાર નીકળવાનું થાય તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે, જો કે આ ભયાનક સ્થિતીમાં પણ ઘણા લોકો બેદરકારી રાખે છે અને માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યાં છે, રાજકોટમાં આવા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે.
 
રાજકોટના રસ્તાઓ પર માસ્ક વગર જઇ રહેલા વાહન ચાલકોને સીસીટીવીની મદદથી 200 -200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યાર સુધી 400 જેટલા લોકો પાસેથી આ દંડની રકમ વસૂલવા ઇ-મેમો મોકલી આપવામાં આવ્યાં છે, જેમાં ગાડી નંબર અને જે તે વ્યક્તિનો ફોટો હોય છે, પોલીસ અને કોર્પોરેશન દ્વારા લોકોને હજુ અપીલ છે કે તમે માસ્ક વગર ઘરની બહાર ન નીકળો અને નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch