Wed,15 July 2026,1:14 am
Print
header

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: સાવરકુંડલાની નાવલી નદીમાં પૂરની સ્થિતી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • Published By
  • 2026-06-30 17:51:03
  • /
  • નાવલી નદીમાં રિવરફ્રન્ટનું ચાલી રહ્યું છે કામ
  • અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક
  • લાંબા સમયની રાહ જોયા બાદ સારો વરસાદ પડતાં જગતનો તાત ખેડૂત ખુશખુશાલ

અમરેલી: જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. જિલ્લાભરમાં બદલાયેલા વરસાદી માહોલ વચ્ચે સાવરકુંડલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદમાં જ ધોધમાર પાણી વરસતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે.

સાવરકુંડલા અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નાવલી નદીમાં પાણીની જોરદાર આવક થઈ છે. પ્રથમ વરસાદમાં જ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થતાં વહેતા પૂરના દ્રશ્યો જોવા મળ્યાં હતા, જેને નિહાળવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ ગયેલા નાગરિકોને આ ધોધમાર વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદના પગલે સાવરકુંડલા શહેર સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીથી છૂટકારો મેળવ્યો છે.

આ વર્ષે લાંબા સમય બાદ આ પ્રકારે સારો અને સાર્વત્રિક વરસાદ પડતાં સૌથી વધુ ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં હવે ખેતીકામ શરૂ કરવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય અર્થતંત્રમાં નવી આશાનો સંચાર થયો છે.

આ પ્રથમ વરસાદે જ સાવરકુંડલા પંથકને જળબંબોળ કરી મૂક્યો છે અને નદી-નાળા જીવંત થતાં ખેડૂતો પણ ખુશ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch