Sat,08 August 2026,9:00 pm
Print
header

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, નવસારીમાં 10 કલાકમાં 16 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 15 ઇંચથી ઠેર ઠેર ભરાયા

  • Published By dilip patel
  • 2026-07-23 17:56:18
  • /
  • સાંજે 4 કલાક સુધી પુરા થતા 10 કલાકમાં 109 તાલુકાઓમાં વરસાદ
  • 10 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ
  • આવતીકાલે પણ ભારે વરસાદની છે આગાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતને વરસાદે બાનમાં લીધું હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યમાં 199 તાલુકામાં વરસાદ પડ્યો છે.

નવસારીના ખેરગામમાં 16.05 ઇંચ, ઉમરપાડામાં 15.28 ઇંચ, ઉમરગામમાં 13.78 ઇંચ, ચીખલીમાં 13.11 ઇંચ, પારડીમાં 11.22 ઇંચ, ગણદેવીમાં 10.83 ઇંચ,  નેત્રંગમાં 10.63 ઇંચ, મહેમદાબાદમાં 10.08 ઇંચ, નાનાપોંઢામાં 10.04 ઇંચ, વલસાડમાં 0.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

માંડલમાં 9.49 ઇંચ, વાંસદામાં 9.17 ઇંચ, ધરમપુરમાં 8.98 ઇંચ, વઘાઈમાં 8.46 ઇંચ, કપરાડામાં 8.31 ઇંચ, માતરમાં 8.11 ઇંચ, બેચરાજીમાં 8.11 ઇંચ, વિરમગામમાં 7.95 ઇંચ, વાપીમાં 7.6 ઇંચ, ધોળકામાં 7.44 ઇંચ વરસાદ પડ્યો હતો.

આવતીકાલે ભારે વરસાદની આગાહીન ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતીના હેતુસર અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

આવતીકાલે મહીસાગર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી,ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch