અમદાવાદઃ રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 99 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. પંચમહાલના શહેરમાં સૌથી વધુ 5.35 ઇંચ વરસાદ નોંધાયો હતો. કોઠંબામાં 5.16 ઇંચ, લુણાવાડામાં 2.72 ઇચ, બાલસિનોરમાં 2.52 ઇંચ, દહેગામમાં 2.09 ઇંચ, ઉમરગામમાં 2.05 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગોધરમાં 1.73 ઇંચ, સુખસરમાં 1.57 ઇંચ, કપડવંજમાં 1.46 ઇંચ, સંજેલીમાં 1.38 ઇંચ, કલોલમાં 1.34 ઇંચ, ગાંધીનગરમાં 1.30 ઇંચ, ગોવિંદ ગુરુ લીંબડીમાં 1.18 ઇંચ, મોરવા (હડફ)માં 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના 84 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી-નાળાઓમાં પાણી આવી ગયા હતા.
લુણાવાડાના સુવા ગામે કોતરના પાણી ગામમાં ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું છે અને નાયક ફળિયામાં અંદાજે 8 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિ ગંભીર બનતાં વહીવટી અને ફાયર ટીમે 25 થી 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉપરાંત, સ્થાનિક આયુર્વેદિક વૈદ્ય પાસે દવા લેવા આવેલા વડોદરા અને ઉમરગામના 100 જેટલા દર્દીઓ પણ રસ્તા બંધ થતાં ગામમાં ફસાઈ ગયા છે.
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. લુણાવાડા તાલુકાના સુવા ગામે કોતર ઓવરફ્લો થતાં પાણી માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07