ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા હલચલની શક્યતા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યાં બાદ આ દિશામાં કામ થઇ રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાના જૂથના લોકો સાથે છેડો ફાડી પક્ષને મોટો ફટકો આપનારા ‘બાપુ’ લગભગ 9 વર્ષના લાંબા સમય બાદ ફરી કોંગ્રેસમાં સક્રિય થવાની તૈયારીમાં છે.
શંકરસિંહ વાઘેલાના પુનરાગમન અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખુલાસો કર્યો કે, પક્ષ અને શંકરસિંહ વચ્ચે જોડાણને લઈને અત્યંત સકારાત્મક વાતચીત ચાલી રહી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતમાં હાલ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે, વોટ ચોરી, હિન્દુત્વના નામે રાજકારણ અને ચંદા ચોરી કરતી ભાજપની તાનાશાહીથી ત્રસ્ત થઈને અનેક નેતાઓ હવે કોંગ્રેસમાં આવશે.
શંકરસિંહ વાઘેલા હંમેશા ભાજપ અને નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા રહ્યાં છે. આવનારા દિવસોમાં ભાજપ વિરોધી તમામ તાકાતો એક થશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં જનતાની અપેક્ષા મુજબનું પરિવર્તન લાવશે. તેવું કોંગ્રેસનું માનવું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા પક્ષના દંડક કિરીટ પટેલે પણ આ અહેવાલોને સમર્થન આપતાં વાઘેલાના સંભવિત પુનરાગમનને ઉષ્માભર્યું આવકાર્યું છે. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની વર્તમાન સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા જેવા કદાવર અને અનુભવી રાજનેતા સંગઠનથી લઈને ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા સુધી પક્ષ માટે અત્યંત ઉપયોગી પૂરવાર થશે. તેઓ ભૂતકાળમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેવા મહત્ત્વના પદો સંભાળી ચૂક્યા હોવાથી તેમના બહોળા અનુભવનો લાભ પક્ષને મળશે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર | 2026-10-10 18:46:43
ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું તમારી ઉદ્ધતાઈ બંધ કરો, દેશ સંસદથી ચાલશે, રસ્તાઓથી નહીં | 2026-10-10 18:30:01
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે | 2026-10-09 18:21:56
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: 8 વર્ષની માસૂમ બાળકી પર પોક્સો વિથ મર્ડરના ગુનામાં નરાધમને ફાંસીની સજા ફટકારી | 2026-10-09 17:46:25
વિદેશથી MBBS કરનાર ઇન્ટર્ન ડોક્ટરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય | 2026-10-05 17:56:50
ઓપરેશન ગંગાજળઃ ભ્રષ્ટાચાર મામલે બે IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહિયાને ફરજિયાત નિવૃત્ત કરાયા | 2026-10-01 19:14:37
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ | 2026-09-25 18:07:13