- ચૈતર વસવા અને મનસુખ વસાવા એક સાથે કાર્યક્રમમાં રહ્યાં હાજર
- મનરેગા અને આવાસ યોજનાની કામગીરીને બિરદાવી
- શું ચૈતર વસાવા ભાજપની નજીક આવી રહ્યાં છે ?
નર્મદા: પોતાના આક્રમક અંદાજ અને સરકાર વિરોધી કડક વલણ માટે જાણીતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના એક નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિર દરમિયાન ચૈતર વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ યોજનાઓની પ્રશંસા કરી હતી અને વિકાસના કામોમાં સૌને સાથે મળીને સહકાર આપવા અપીલ કરી હતી.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, વિકાસ માટે સરકાર અને જનતા બંનેના સંયુક્ત પ્રયાસો ખૂબ જરૂરી છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે, એક હાથથી તાળી પડી શકતી નથી, વિકાસ માટે આપણે પણ સરકારને સહકાર આપવો પડશે. અગાઉ જે સરકારી તંત્ર સામે તેઓ હંમેશા આક્ષેપો કરતા હતા, તેની જ શિબિરમાં જઈને તેમણે વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી અને લોકોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
ખાસ વાત એ છે કે, અગાઉ જે મનરેગા યોજનાના અમલીકરણ સામે ચૈતર વસાવા અનેક સવાલો ઉઠાવી ચૂક્યાં છે, તે જ યોજનાના વખાણ કરતા તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લો રોજગારી આપવામાં રાજ્યમાં અગ્રણી છે. ઉપરાંત, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વાત કરતા ગર્વભેર જણાવ્યું કે, તેમનો ડેડીયાપાડા તાલુકો આ યોજનાના અમલીકરણમાં સમગ્ર રાજ્યના શ્રેષ્ઠ તાલુકાઓમાં સ્થાન ધરાવે છે.
આ જન કલ્યાણ શિબિરમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિતના અન્ય સ્થાનિક આગેવાનો પણ મંચ પર હાજર હતા. તેમની હાજરીમાં વિપક્ષી ધારાસભ્યના આવા સકારાત્મક વલણને રાજકીય વિશ્લેષકો ખૂબ મહત્વનું માની રહ્યા છે.
ચૈતર વસાવાના આ બદલાયેલા અંદાજથી નર્મદા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો આને માત્ર વિકાસલક્ષી રાજકારણ ગણાવી રહ્યાં છે, તો કેટલાક આની પાછળ કોઈ નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યાં હોવાની અટકળો લગાવી રહ્યા છે.
આજરોજ ચિકદા તાલુકાના ઉમરાણ ખાતે પ્રજાના વિવિધ પડતર અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પોહચે તે હેતુ થી "જનકલ્યાણ શિબિર" રાખવામાં આવ્યું હતું, જેમાં હાજરી આપી.
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) June 17, 2026
કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે… pic.twitter.com/K6us16MXwS
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી | 2026-06-26 19:21:02
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15