Wed,24 April 2024,11:37 am
Print
header

અધધ...રૂપિયા 30 કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં SMCના PI દહિયા સસ્પેન્ડ ! હજુ ખુલશે અનેક તોડકાંડ

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાનો ફાઇલ ફોટો 

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ બેફામ બનીને લાંચ લઇ રહી છે અને અહીં તો એક-બે કરોડ નહીં પણ 30 કરોડ રૂપિયાની લાંચનો મામલો સામે આવ્યો છે, કબૂતરબાજીમાં પકડાયેલા ભરત ઉર્ફે બોબી પટેલ પાસેથી સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઈ જી.એચ.દહિયાએ 30 કરોડ રૂપિયા લાંચ લીધી હોવાની ફરિયાદ બાદ દહિયાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. DGP આશિષ ભાટિયાએ આ કાર્યવાહી કરીને ભ્રષ્ટ પોલીસકર્મીઓને સંદેશ આપ્યો છે. 

ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાંનો આરોપ

બોગસ રીતે લોકોને અમેરિકા મોકલવાના કેસની તપાસ દહિયા કરી રહ્યાં હતા

ડિંગુચા ઇમિગ્રેશન કેસમાં બોબી પટેલ છે આરોપી

થોડા સમય પહેલા ડિંગુચાનો પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને કેનેડામાં  બરફમાં તેમના મોત થઇ ગયા હતા, એક જ પરિવારના ચાર સભ્યોના મોત બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી અને બોબી પટેલે આ લોકોને લાખો રૂપિયા લઇને અહીં મોકલ્યાં હતા. આ કેસની તપાસ પીઆઇ દહિયા પાસે હતી તેમને બોબી પટેલને મદદ કરવા આ લાંચ લીધી હોવાના આરોપ છે, જેની ઉંડી તપાસ શરૂ થઇ ગઇ છે.

ભરૂચમાં પોલીસની જ જાસૂસીમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ

બીજી તરફ ભરૂચ એસપી દ્વારા જાસૂસીના કેસમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓની જાસૂસી કરતા હતા અને બુટલેગરોને અગાઉથી સાવચેત કરી નાખતા હતા. આ બંને આરોપીઓ ટેક્નીકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા હતા અને પોલીસની જ જાસૂસી કરતા હતા. SMCના એસપી નિર્લિપ્ત રાયે બુટલેગરોની બેન્ડ બજાવી નાખી છે, આવા સમયે બુટલેગરોને પોલીસ જ મદદ કરતી હતી.આમ ગુજરાતમાં ત્રણ પોલીસકર્મીઓ સામે સકંજો કસાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch