જોધપુરઃ જોધપુર-જેસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરાના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો સામેથી આવતા એક ટ્રક સાથે અથડાયો હતો. આ ભીષણ ટક્કરમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમામ ઘાયલોની સારવાર જોધપુરની એમડીએમ હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતક અને ઘાયલ તમામ લોકો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-125 પર ખારી બેરી ગામ પાસે બની હતી.
બાલેસર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાજરાના કોથળાથી ભરેલો એક ટ્રક ટેમ્પો સાથે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ટ્રક પણ આગળ જઈને પલટી ગઇ હતી.
ટેમ્પોમાં આગળ બેઠેલા મહેન્દ્ર નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે, તમામ લોકો સાબરકાંઠા જિલ્લામાંથી રામદેવરાના દર્શન માટે નીકળ્યાં હતા. અકસ્માત બાદ ત્રણ શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોએ જોધપુરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. દુર્ઘટનાના તુરંત બાદ હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકીને ઘાયલોને મદદ કરી હતી અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.બાલેસર, આગોલાઇ અને હાઇવે સેવા દ્વારા ત્રણ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
CBSE એ ધોરણ 10 માટે આ નિયમો બનાવ્યાં. જો વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ ભૂલો કરશે તો તેમને ગુણ આપવામાં આવશે નહીં | 2025-12-10 19:51:59
અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું - ઘૂસણખોરો CM અને PM નક્કી નહીં કરે | 2025-12-10 19:24:36
હું મરવા નથી માંગતો, હું મારી પત્ની અને બાળકોને પ્રેમ કરું છું.. રાહુલે વીડિયો બનાવીને મોતને ભેટી પડ્યો | 2025-12-10 15:05:06
પાટડીના નાવીયાણી પાસે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બાઇકને ટક્કર મારીને વાહનચાલક ફરાર | 2025-12-11 09:52:53
રાજ્યમાં વધુ એક BLO ની તબિયત લથડી, સલાયામાં SIR ની કામગીરી કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો | 2025-12-10 19:28:39
ધુરંધર ફિલ્મના ડાયલોગથી વિવાદ: સંજય દત્તના સંવાદ પર જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજમાં રોષ | 2025-12-10 19:20:52
ચારિત્ર્ય પર શંકા અને ઘરેલું કંકાસમાં કરુણ અંત...બોટાદમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને કરી હત્યા | 2025-12-10 14:36:11