ગાંધીનગરઃ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા તા. 22 મે 2026 ના રોજ પંચાયત સેવા સંવર્ગના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓની સ્વવિનંતીથી ઓનલાઇન આંતર જિલ્લા ફેરબદલી કરવા અંગેનો મહત્વનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
આ બદલીઓ ગુજરાત પંચાયત સેવા (નોકરોની બદલી) નિયમો-1995 ના નિયમ-3 ના પેટા નિયમ (1) ના ખંડ (ખ) હેઠળ કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) મારફત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના પર વિચારણા કર્યા બાદ સરકાર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.
આ બદલી કર્મચારીઓની સ્વ-વિનંતીથી થયેલી હોવાથી તેઓ કોઈ પણ પ્રકારના મુસાફરી ખર્ચ, બદલી ભથ્થું કે વાટચાલના સમય માટે હક્ક દાવો કરી શકશે નહીં. કર્મચારીની અગાઉની સેવાઓ સિનિયોરિટી સિવાયના અન્ય તમામ હેતુઓ માટે સળંગ ગણવાની રહેશે. જો બદલી પામેલા જિલ્લામાં જગ્યાના અભાવે નોકરીમાંથી છૂટા થવાનું થશે, તો કર્મચારી તે અંગે કોઈ હક્ક દાવો કરવા હકદાર રહેશે નહીં.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09