Sat,20 April 2024,3:09 pm
Print
header

શું ભાજપ વિધાનસભાની ચૂંટણી હિન્દુત્વના મુદ્દા પર લડશે ? નીતિન પટેલના નિવેદન પર ચર્ચાઓ શરૂ

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ અત્યારથી મહેનત કરી રહી છે હવે ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઇ છે, એક રિપોર્ટ મુજબ કોરોનાથી ભયાનક સ્થિતીમાં પોતાના સ્વજનો ગુમાવી ચુકેલા અને બેડ, ઓક્સિજન ન મળતા હેરાન થયેલા લોકો પણ ભાજપથી નારાજ છે, આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ગાંધીનગરમાં VHP દ્વારા આયોજીત ભારત માતાના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે બિનસાંપ્રદાયિકતા કાયદો-બંધારણ બધુ જ હિન્દુ બહુમતી છે ત્યાં સુધી છે, પછી અરાજકતા સિવાય કંઇ જ નહીં હોય, હિન્દુઓ લઘુમતીમાં ગયા તો કોઇ કોર્ટ કચેરી જ નહીં હોય અને કાયદો પણ નહીં હોય, નીતિન પટેલે જણાવ્યું કે વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો પણ લખી લેજો, જો હિન્દુઓની સંખ્યા ઘટી અને તેઓ લઘુમતી ગયા તો તે દિવસથી લોકસભા અને બંધારણ બધુ જ દફન થઇ જશે. 

જો કે તેમને એમ પણ કહ્યું કે અનેક મુસ્લિમો દેશભક્ત છે અનેક મુસ્લિમો સેનામાં પણ છે. હાલમાં અફઘાનિસ્તાનમાં અફડાતફડી છે, તાલિબોનોના કબ્જા પછી દેશમાં કોઇ કાયદો વ્યવસ્થા નથી, આ સ્થિતીનું ઉદાહરણ આપીને નીતિન પટેલે જય શ્રી રામનો ખેસ પહેરીને આ નિવેદન આપ્યું છે તેના પરથી ચર્ચાઓ છે કે શું ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી હિન્દુત્વના મુદ્દા પર લડશે ? 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch