Thu,25 April 2024,12:42 pm
Print
header

Big News- આનંદીબેન પટેલના નજીકના ભૂપેન્દ્ર પટેલ બન્યાં ગુજરાતના નવા મુખ્યપ્રધાન

ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય

 

ગાંધીનગરઃ વિજય રૂપાણીના રાજીનામા પછી હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ( દાદા) ની પસંદગી કરી દેવાઇ છે, કમલમમાં મળેલી કોર કમિટીની બેઠક પછી ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય પર પોતાની પસંદગી ઉતારી છે. જેઓ 2017 વિધાનસભા ચૂંટણીમાં 1 લાખ 17 હજાર મતોથી જીત્યાં હતા 

વિજય રૂપાણીના રાજીનામા બાદ અનેક નેતાઓના નામ સીએમની રેસમાં હતા પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોતા ભાજપે રણનીતિના ભાગરૂપે સીએમની કમાન તેમને સોંપી દીધી છે. નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોષીની હાજરીમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કિ કરવામાં આવ્યું છે. 

કડવા પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યાં છે તેઓને પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવે છે, પાટીદાર સમાજનો ઓછો જાણીતો ચહેરો હોવા છંતા તેમને સીએમ પદ મળ્યું છે. ભાજપ હાઇ કમાન્ડે કોઇએ વિચાર્યું પણ નહીં હોય તેવા નેતાને સીએમ પદની ખુરશી સોંપી દીધી છે, જો કે ભૂપેન્દ્ર પટેલનો અનુભવ પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કામ આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch