Thu,25 April 2024,9:38 am
Print
header

ગુજરાત NCP ના કયા નેતાએ રૂપાણીને પત્ર લખીને લોકડાઉન લગાવવાની કરી માંગ ?

આણંદઃ ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે છેલ્લા થોડા દિવસોથી રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને લોકડાઉન એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું છે. કોરોનાને રોકવા લોડકાઉનની હવે માંગ થઇ રહી છે.

જયંત બોસ્કીએ વધતા કોરોના કેસોને લઈ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેણે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રેમડેસિવિરના ઇન્જેક્શન પણ ન મળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે વધતા સંક્રમણને કાબુમાં લેવા રાજ્યમાં લોકડાઉન લગાવી દેવુ જોઈએ તેવી રજૂઆત કરી છે. કોરોના સંક્રમણથી થતાં મૃત્યુ માટે સરકારની ઢીલી નીતિને જવાબદાર ગણાવી છે.

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા.ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch