Wed,24 April 2024,7:41 am
Print
header

ગુજરાતમાં શીતલહેરથી લોકો ઠુંઠવાયા, નલિયામાં 2.4 અને અમદાવાદમાં પારો 9.7 ડિગ્રી પર પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 9.7 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે 2.4 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં હજુ આવતીકાલે કોલ્ડવેવ રહેશે. ત્યાર બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી 23 જાન્યુઆરી સુધી અમદાવાદમાં તાપમાન 11 થી 13 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં આગામી 7 દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે.

રાજ્યમાં અનેક શહેરોમાં ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ડીસા 7.8, પાટણ 8.1, જામનગર 8.2, પોરબંદર 8.6, ભૂજ 8.7, ગાંધીનગર 8.8. રાજકોટ 9.4, જૂનાગઢ 10.3, કંડલા 10.9, અમરેલી 11.0, વડોદરા 11.2, ભાવનગર 11.4, સુરત 12.0, દ્વારકા 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch