Thu,18 April 2024,2:41 pm
Print
header

મુદ્રા પોર્ટ પરથી રૂ.50 કરોડની કિંમતની ઇ સિગારેટ જપ્ત, અમદાવાદ-સુરતમાં DRIના દરોડા- Gujarat Post

DRIની ટીમ દ્વારા તપાસ કરતા કન્ટેનરમાંથી 2 લાખ સ્ટિક્સ મળી આવી 

અમદાવાદઃ કચ્છમાં આવેલા મુદ્રા પોર્ટ પર ડીઆરઆઈની ટીમ દ્વારા કન્ટેનરમાં તપાસ કરતા ઈ સિગારેટનો મોટો જથ્થો પકડાયો છે. ડીઆરઆઈની ટીમે પ્રાથમિક તપાસ કરતા આ પકડાયેલો જથ્થો પાડોસી દેશ ચીનમાંથી આવ્યો હોવાનું ખુલ્યું છે.આ કેસની વધુ તપાસ માટે અમદાવાદ અને સુરત ડીઆઈઆરની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.

આ સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મુદ્રા પોર્ટ પરથી લગભગ 50 કરોડ રૂપિયાની ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડ્યો છે. ટીમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને અટકાવામાં આવ્યું હતું અને તેમાં તપાસ કરતા બે લાખ જેટલી પ્રતિબંધિત ઈ સિગારેટ મળી છે. ડીઆરઆઈની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

નોંધનિય છે કે ભારત સરકાર દ્વારા આ પ્રકારના ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આગાઉ પણ ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના સચિન હાઈવે પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. DRIની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch