Sat,20 April 2024,12:48 pm
Print
header

ગુજરાત સરકારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને ભગવાન ભરોસે છોડી દીધાઃ કોંગ્રેસ

એસવીપીના બદલે એલ.જી હોસ્પિટલમાં ઇન્જેક્શન મળશે તેવી જાહેરાત કરીને સરકાર દર્દીઓના સગાઓને પરેશાન કરે છે

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહારથી ઇન્જેક્શન લાવવા માટે ફરજ પાડવામાં આવે છેઃ મનિષ દોશી

અમદાવાદઃ રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસની બિમારીનું જોખમ વધ્યું છે. મ્યુકરમાઇકોસિસ એટલે બ્લેક ફંગસની બિમારીની સારવાર માટેના ઇન્જેક્શનની કાળાબજારીનો પ્રશ્ન ઉભો થયો છે કોંગ્રેસે વિજય રુપાણી સરકાર પર આરોપ મુક્યો છે કે સરકાર કાળા બજારીયા અને સંગ્રહખોરી કરનારાઓને પ્રોત્સાહન આપવા માટે ઇન્જેક્શનનના વેચાણમાં કૌભાંડ કરી રહી છે. આ રોગની બિમારીને લઇને ગંભીર નથી. ગઇકાલે જાહેરાત કરી હતી કે ઇન્જેક્શન એસવીપી હોસ્પિટલમાં મળશે. પણ પછી એસવીપી હોસ્પિટલને બદલે એલ જી હોસ્પિટલમાં મળશે તેવી જાહેરાત કરી હતી ત્યારે સરકાર ખુબ જ બેદરકારી દાખવી રહી હોવાના આરોપ છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ સરકાર બ્લેક ફંગશના દર્દીઓને પણ બહારથી જ ઇન્જેક્શન મંગાવવા માટે ફરજ પાડે છે. સરકારે મોડે મોડે મ્યુકરમોઈકોસિસને મહામારી જાહેર કરી છે જે સરકારની બેદરકારી દર્શાવી છે. ઇન્જેક્શનના અભાવે 50 ટકા દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ છે. હવે કોરોનામાં લોકોને મોતના મુખમાં ધકેલ્યાં બાદ આ મહામારીમાં પણ ભાજપ સરકાર ગંભીર નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch