ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પત્ર લખીને ‘AMPHONEX’ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવા માટે કરી માંગણી
મ્યુકરમાઈકોસીસ રોગની સારવારના આગોતરા આયોજનમાં સરકાર નિષ્ફળ ગઇ હોવાનો આરોપ
ગાંધીનગરઃ અમદાવાદ સહિત ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસ રોગને કારણે ફરીથી ચિંતા વ્યાપી છે ત્યારે આ રોગને કારણે અનેક લોકોના મરણ પણ થઇ રહ્યાં છે. તેવામાં મ્યુકરમાઇકોસીસની સારવાર માટે અતિ જરૂરી એવા ‘AMPHONEX’ ઇન્જેકશન હાલ પુરતા પ્રમાણમાં ન મળતા ઘણા દર્દીઓની સ્થિતિ વધુને વધુ ગંભીર થઇ રહી છે. ત્યારે હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખ્યો છે. જેમાં કોરોનાના કપરા સમયમાં રાજ્યહની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્યુકરમાઈકોસીસ રોગે સમગ્ર રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. રાજ્ય સરકારે મ્યુકરમાઈકોસીસ માટે દરેક સિવિલ હોસ્પિંટલમાં અલગ વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસ માટે શરૂ કરવામાં આવેલો વોર્ડ દર્દીઓથી લગભગ ભરાઈ ગયેલ છે.
મ્યુકરમાઈકોસીસ માટે ‘AMPHONEX’ ઈન્જેકશન દર્દીને આપવા પડે છે, પરંતુ આ ઈન્જેકશનની સમગ્ર રાજ્યમાં ખૂબ જ અછત વર્તાઈ રહી છે. આ ઈન્જેકશન બજારમાં ન મળતા હોવાના કારણે દર્દીઓ તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા છે. મ્યુકરમાઈકોસીસ રોગથી મૃત્યુનું પ્રમાણ વધુ હોય છે ત્યારે રાજ્યના નાગરિકોનું જીવન બચાવવા માટે આ ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં સહેલાઈથી મળી રહે તે અત્યંત જરૂરી બન્યું છે.સરકાર મ્યુકરમાઇકોસીસની સારવારના આયોજનમાં પણ નિષ્ફળ ગઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23