Sat,08 August 2026,9:59 pm
Print
header

ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 234 તાલુકાઓમાં વરસાદ, મોરબીમાં 8.31 ઇંચ પાણી પડ્યુંં

  • Published By
  • 2026-08-01 17:23:54
  • /
  • 6 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
  • 141 તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ જામ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મોરબીમાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ, ટંકારામાં 6.73 ઇંચ, હળવદમાં 6.18 ઇંચ, માળિયામાં 4.61 ઇંચ, લખતરમાં 4.49 ઇંચ, તિલકવાડામાં 4.17 ઇંચ, મહુધામાં 3.94 ઇંચ, મૂળીમાં 3.66 ઇંચ, ચુડામાં 3.66, ગરુડેશ્વરમાં 3.43 ઇંચ, કઠલાલમાં 3.07 ઇંચ વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં કોઝ-વે પરથી પાણીનો ભારે પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખીને સંભવિત અકસ્માતો અટકાવવા વાહનવ્યવહાર તુરંત અસરથી બંધ કરાયો છે. નાગરિકો કે વાહનચાલકો પાણીના જોખમી પ્રવાહમાં સાહસ ન કરે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પોલીસ બંદોબસ્ત ધરાવતા કોઝ-વે અને નીચાણવાળા માર્ગો પર જવાનું ટાળવું તેમજ જરૂરી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે બજાણા અને શિયાણી ગામના નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં કરવામાં આવ્યાંં હતા. ભારે વરસાદના કારણે વાંસલ નદીના પુલ નીચે સર્જાયેલું બ્લોકેજ જેસીબી મારફતે દૂર કરી પાણીનો પ્રવાહ શરૂ કરાયો હતો. બીજી તરફ લખતર, પાટડી, લીંબડી અને વઢવાણ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલની પ્રક્રિયા ઝડપી કરાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના કેરાળા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળક એમ કુલ 3 સભ્યોને ફાયર બ્રિગેડની સહાયથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાંં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch