અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. આજે 22 સપ્ટેમ્બરે બપોર બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
સૌથી વધુ અસર ગીર સોમનાથના ઉના પંથકમાં જોવા મળી હતી, જ્યાં વીજળીના કડાકા-ભડાકા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે પાણીના ભારે પ્રવાહને કારણે દુકાનો બહાર મૂકેલો સામાન પણ તણાઈ જતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ તરફ અમરેલીના રાજુલા અને ભાવનગરના મહુવા પંથકમાં પણ ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કર્યું છે, ત્યારે આગામી 2થી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી પણ વિધિવત ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થવાની પૂરી શક્યતા છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
હવામાન કચેરીએ આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે વીજળીના ચમકારા અને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49