Sat,17 October 2026,5:05 am
Print
header

મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ

  • Published By
  • 2026-09-14 17:11:19
  • /
  • બોરસદમાં સાડા પાંચ ઇંચ તો વલ્લભીપુરમાં 4.5 ઇંચ પાણી વરસ્યું
  • સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર
  • કડી, ધોળકા અને કરજણમાં 4 ઇંચથી વધુ વરસાદ; અમદાવાદ શહેરમાં પણ સાડા ત્રણ ઇંચથી રસ્તા જળબંબાકાર

ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક અને ધમાકેદાર હાજરી નોંધાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં નોંધાયેલા આંકડા અનુસાર રાજ્યના 240 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવા પાંચ ઇંચથી વધુ  વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ધોળકામાં 4 ઇંચ અને દસ્ક્રોઈમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ સવારે 10 થી બપોરે 2 વાગ્યા દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે કુલ 3.39 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. આ ઉપરાંત સાણંદમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં ભાવનગરના વલ્લભીપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટના જામકંડોરણામાં બપોર પછી માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે પોરબંદરના કુતિયાણામાં 2.63 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતના મહેસાણાના કડીમાં 4 ઇંચથી વધુ અને વિજાપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં 2.75 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.63 ઇંચ અને પ્રાંતિજમાં 2.51 ઇંચ વરસાદ થયો હતો. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 2.79 મિમી, બાયડમાં 2.67 મિમી અને મોડાસામાં 2.36 મિમી વરસાદ વરસ્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch