Wed,24 April 2024,4:59 pm
Print
header

નવા મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ, જાણો- ક્યારે સંભાળશે કાર્યભાર ?

ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધી પૂર્ણ થઈ ગઈ છે.આ વખતે તદ્દન નવા ચહેરા સાથેના મંત્રીમંડળ પાસે સારી કામગીરીની પ્રજાને અપેક્ષા છે.આ નવા મંત્રીઓ આવતીકાલે વિજય મુહૂર્તે તેમના કાર્યાલયમાં પ્રવેશ કરીને કાર્યભાર સંભાળશે. નવા મુખ્યમંત્રીના પ્રધાન મંડળના સભ્યોને 15 દિવસ ગાંધીનગર નહીં છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તેમને ફાળવેલા વિભાગો બાબતે ઝડપથી કામગીરી કરવાની રહેશે.બિનજરૂરી પ્રવાસ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

આ આદેશથી એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ આપેલા મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના મંત્ર સાથે કામ કરવું પડશે.નવા મંત્રીઓએ વિધાનસભા ચૂંટણી આડે રહેલા એક વર્ષના સમયમાં જ પર્ફોર્મ કરવું પડશે. ગુરૂવારે યોજાયેલી શપથવિધી બાદ કમલમ ખાતે પહેલીવાર મંત્રી તરીકે પહોંચેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી.આમ 17મી સપ્ટેમ્બરના રોજ મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત હતા.હવે મંત્રીઓ શુભ મુહૂર્તમાં પોતાના મંત્રાલયની ઓફિસમાં કાર્યભાર સંભાળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch