Thu,25 April 2024,6:39 am
Print
header

મીની લોકડાઉનમાં રાજ્યમાં તમામ APMC ની કામગીરી પર અસર, માત્ર ફળો- શાકભાજીનો વેપાર થઇ શકશે

ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારે લોકડાઉનની જાહેરાત ન કરી પણ આગામી 6થી 12મી મે સુધી 29ને બદલે 36 શહેરોમાં મીની લોકડાઉન એટલે કે રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી છે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે આ 36 શહેરોમાં જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે ખાનગી ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે ખુલી રાખી શકાશે.જે નિયમ ગત મીની લોકડાઉનમાં પણ હતા. આશિષ ભાટીયાએ ઉમેર્યુ હતું કે રાજ્યની તમામ એપીએમસીની કામગીરી પણ 12મી મે સુધી બંધ રહેશે.જો કે તેમાં ફળફળાદી અને શાકભાજીને લગતો વેપાર જ થઇ શકશે અન્ય કોમોડિટીનો વેપાર બંધ રહેશે જેથી ખેડૂતોની કામગીરી પર તેની અસર દેખાશે. 

શાકભાજી અને ફળ સિવાયની કોઇ ચીજવસ્તુઓનું વેચાણ કરી શકાશે નહી.  સાથે જ ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવનારા 104 એકાઉન્ટને કાયમ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આમ, રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ હોવાથી જેનો કડક અમલ થાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar