અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનો હાઈવોલ્ટેજ પ્રચાર સાંજે 6 વાગ્યે વિધિવત રીતે પૂર્ણ થયો છે. પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ હવે આગામી 48 કલાક માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ હવે કોઈપણ ઉમેદવાર કે પક્ષ જાહેર સભા, રેલી કે લાઉડસ્પીકર દ્વારા પ્રચાર કરી શકશે નહીં.
પ્રચારના છેલ્લા દિવસે તમામ પક્ષોએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે ભવ્ય રોડ શો યોજ્યો હતો. સાથે જ સાંસદ મનોજ તિવારી અને અભિનેતા હિતુ કનોડિયાએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું હતું.
ભાવનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ વિજય વિશ્વાસ બેઠકમાં ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું કે, મારો ભાઈ બેઠો છે, કોઈ તકલીફ હોય તો અડધી રાત્રે બંગલે આવજો.
સુરતના મોટા વરાછામાં આપના ગઢમાં ગાબડું પડ્યું છે. અલ્પેશ કથીરિયાની હાજરીમાં અનેક સમર્થકો ભાજપમાં જોડાયા હતા. રાજકોટમાં મનીષ સિસોદિયાએ પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું ભાજપ પ્રજાને ગુલામ માને છે અને આ વખતે પ્રજા જવાબ આપવા આતુર છે.
ચૂંટણી પંચે એજન્ટોની નિમણૂક અંગેનો એક મહત્વનો પરિપત્ર રદ્દ કરતા વિવાદ સર્જાયો છે. આ પરિપત્ર મુજબ હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ એજન્ટ બની શકશે, જેનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે.
ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ કહ્યું ભાજપ હાર ભાળી ગઈ છે એટલે હવે ગુંડાઓના શરણે ગઈ છે. ચૂંટણી પંચે આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ, નહીં તો આ ચૂંટણી અલોકતાંત્રિક ગણાશે."
મતદાન પૂર્વેના 48 કલાકમાં માત્ર ઉમેદવારો રૂબરૂ મુલાકાત (ડોર-ટુ-ડોર) લઈ શકશે. નિષ્પક્ષ મતદાન માટે પોલીસ અને ચૂંટણી પંચની ટીમો સતર્ક છે. વરાછા અને સરથાણા જેવા વિસ્તારોમાં 'આપ' અને કોંગ્રેસ વિરોધી બેનરો લાગતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ, પ્રચારના તોફાન બાદ હવે જનતા મૌન છે, જેનો ફેંસલો મતદાનના દિવસે ઈવીએમમાં કેદ થશે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05
PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન | 2026-08-30 10:00:29
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13