Thu,25 April 2024,3:52 pm
Print
header

માલધારીઓ અને પશુધનની મદદ માટે ખાસ રાહત પેકેજ આપવા હાર્દિક પટેલની માંગ

તૌકતે વાવાઝોડાને કારણે પશુધનને નુકશાન થયું છે, વાવાઝોડાને કારણે પશુઓનાં મોત થયા છે.

સરકાર પશુઓ માટેનો આહાર પણ આપેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ ગુજરાતમા તૌકતે વાવાઝોડાને કારણે માત્ર ખેતી કે મકાનોમાં જ નુકસાન નથી થયું પરંતુ અનેક પશુઓ પણ વાવાઝોડાને કારણે મરણ પામ્યાં છે.જો કે હજુ સુધી સરકારે પશુધન સહાય માટે કોઇ રાહત પેકેજ જાહેર નથી કર્યું, ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને પશુધન નુકસાન મામલે વળતર આપવા માટે માંગણી કરી છે. 

વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે એક હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. ગઇકાલે ખેતીમાં થયેલી નુકસાનીના વળતરને લઇને રુપિયા 500 કરોડનું રાહત પેકેજ રૂપાણી સરકારે જાહેર કર્યું છે, પરંતુ માલધારીઓ અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે.ત્યારે હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને માંગણી કરી છે પશુધન અને માલધારીઓ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. 

જેમાં અસરગ્રસ્ત પશુપાલકોની યાદી તૈયાર કરવી, પશુઓના અવસાન દીઠ અને ઇજાગ્રસ્ત પશુને સારવાર માટેનો ખર્ચ આપવો, હાલ ઘાસચારો પલળી ગયો છે. જેથી પશુઓ માટે ખોરાક આપવો, પશુ આહાર તાલુકા અને ગ્રામ્ય સ્તરે સરળતાથી મળે તે માટે સરકારે આયોજન કરવું જોઇએ, જેવી બાબતો તાકીદે ધ્યાનમાં લેવા માટે વિનંતી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch