Fri,26 April 2024,4:23 am
Print
header

ડુંગળી-બટાકા પકવતાં ખેડૂતોને થોડી રાહત, ગુજરાત સરકારે કર્યું આ એલાન- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ઉપરાંત માવઠાથી થયેલા નુકસાનના સર્વેનો આદેશ આપી દેવાયો છે. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ભાવ તળિયે આવી જતા ખેડૂતોની દુર્દશા થઇ છે. ત્યારે સરકારે લાલ ડુંગળી પર કિલોએ બે રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ડુંગળી પકવતા ખેડૂતો માટે કુલ 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઇ છે. અન્ય રાજ્યમાં ડુંગળી મોકલવા પર 20 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઇ છે. ડુંગળી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ તેમજ પ્રતિ કિલો વેચાણ પર સહાયની જાહેરાત કરાઇ છે.

સરકારે સહાય આપવાની કરી જાહેરાત 

જો કે ખેડૂતો માટે આ સહાય પુરતી નથી 

બટાકાના ભાવોમાં મોટું ગાબડું પડતા નુકસાન થયું 

કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકનાર ખેડૂતોને પ્રતિ કિલોએ એક રૂપિયાની સહાય નક્કિ કરાઇ છે, અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય, રેલવે મારફતે બીજા રાજ્યમા બટાકા મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયાની સહાય, અન્ય દેશમાં બટાકા  નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં 25 ટકાની સહાય આપવાનું નક્કિ કરાયું છે. 600 કટ્ટા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય અપાશે. એપીએમસીમાં બટાકા વેચનાર ખેડૂતોને કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય સરકાર આપશે.

વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હાલમાં થયેલા કમોસમી વરસાદ અંગે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માવઠાંને કારણે થયેલા નુકસાન અંગે સર્વે કરાવવાના આદેશ આપ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch