ખેડૂતો માટે રાહતના અહેવાલ, રાજ્ય સરકારે જાહેર કર્યું કૃષિ પેકેજ
ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે હજારો એકર જમીનમાં મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતોની દુર્દશા થઇ છે અને હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનુ્ં રાહત પેકેજ જાહેર કર્યું છે.
ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે, બે હેક્ટરની મર્યાદા
ગુજરાતના 16500 ગામોના ખેડૂતોને મળશે રકમ
સર્વે નથી થયો તે ખેડૂતો પણ કરી શકશે અરજી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર આ પોસ્ટ કરી હતી. જેમાં રાહત પેકેજની વાત કરી છે, કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતમાં 44 લાખ હેક્ટર જમીનમાં નુકસાન
જો કે અહીં અગત્યની વાત એ પણ છે કે હજારો ખેડૂતો માટે આ પેકેજની રકમ યોગ્ય છે કે પછી ખેડૂતોને ખુબ જ નાની રકમ મળશે. ખેડૂતોએ તેમને જે નુકસાન થયું છે તે મુજબ મદદની માંગ કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સરકાર સામે આંદોલન ચલાવ્યું છે.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
રૂ.૧૦,૦૦૦ કરોડનું રાહત - સહાય પેકેજનો નિર્ણય
— Jitu Vaghani (@jitu_vaghani) November 7, 2025
રૂ.૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલખ નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને માનનીય નાયબ મુખ્યમંત્રી… https://t.co/QoXRkGQh8Z
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારનો માસ્ટર પ્લાન: વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો પર ભાર | 2026-05-13 17:26:36
ગુજરાતમાં IAS અધિકારીઓની એક સાથે બદલી, આ રહ્યું આખું લિસ્ટ | 2026-05-13 10:32:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં રિપોર્ટ આવવાની શક્યતા | 2026-05-08 17:04:00